મુંબઈ ની ગંધ [ભાગ ૧]

“પેટ્રોલ ભરવી લઈએ ” એમ કહી ને રાતને જુહુ બીચ વાળા રોડ પર બનેલા પેટ્રોલ પંપ પર રોકી અને દરવાજો ખોલી ને ઉતરી ગયો. શહેર માં દાખલ જ થયા અને હું કોઈ અજનબી ની જેમ બીજા નું કૂતુહલ ની જેમ મારી નજરો રોડ પર હતી કે આ નજરો માં એક ટેક્સી આવી ચડી . ટેક્સી નું પાચળ નું બારણું ખુલ્યું અને એક છોકરી ઉતરી, એને બીલ ચૂકવું અને પર્સ બંધ કર્યું . ટેક્સી આગળ નીકળી ગઈ અને છોકરી પાછળ રહી ગઈ . શું આ છોકરી છે ? વિસ્મય મારી આંખો માંથી કોહરા (ઝાકળ અથવા ધુમ્મસ ) ટપકવા લાગ્યા .

હું ગાડી માંથી બહાર નીકળ્યો . ઝાકળ આકાશ માંથી ઝરી રહી હતી . હમેશા ની જેમ ની:શબ્દ અને ગતિહીન . કર ની છત પર થી ખબર પડતી હતી કે ઝાકળ કેટલી છે . મેં ઘડિયાળ માં જોયું તો રાત ના દસ થી પણ વધારે થયા હતા .

રાત ના આ પહેરા માં , હું ઝાકળ માં ભીંજાતી છોકરી ને જોવા લાગ્યો . ઘૂંટણ થી ઉપર બહુ જ ઉપર આવી ગયેલું સ્કટ અને ગળા થી ખુબ જ નીચે આવી ગયેલું સફેદ ટોપ પહેરી ને આ છોકરી ભીના અંધારા માં ઝાકળ માં પલળતા પલળતા ચારો તરફ દુધિયા રોસની ની જેમ ચમકી રહી હતી .

પોતાના સુડોળ અને આકર્ષક પગ એક બીજા ને અડાડી રહી હતી એને જોઇને કોઈ પણ લપસી જઈ (જેમ કે હું ) એવું દ્રશ્ય હતું .

હું જેવો એના તરફ ખેચાવાની તૈયારી માં હતો કે રતન આવી બેસી ગયો અને એટલુજ નહિ એને કર ચાલુ પણ કરી દીધી . હું ચુપચાપ રતન ની બાજુ માં આવી ને બેઠો અને ભીના અવાજ માં બોલ્યો : ” ઓલી છોકરી જોઈ ? “

એ છોકરી મારી નજરો માં કામ વાસના ની જેમ તારી રહી હતી .

” લીફ્ટ જોઈએ છે ” એમ કહી ને રતન કાર ને બ્રેક કરવા લાગ્યો .

” પણ એ તો હમણાં જ ઉતરી છે ” મેં કહ્યું .

“લીફ્ટ માટે જ તો ” રતને એક ગાઈડ ની જેમ કોઈ એતિહાસિક ઇમારત ની મહત્વપૂર્ણ તથ્ય ની મામુલી વાત ને ખુલાસો કરતો હોઈ એવા અંદાજ માં કહ્યું . અને કાર રોડ પર લઇ લીધી .

તો હું તરતજ બોલ્યો ” તો લીફ્ટ દઈ દે ને યાર “

જુહુ બીચ પર જતા રોડ પર રતને લાલ રંગ ની કાર સસ્સ રરર. કરતી છોકરી ની બાજુ માંથી કાઢી . મારી નજરો માં છોકરી ના ઉડતા વાળ છપાઇ ગયા . મેં પાછળ ફરી ને જોયું તો છોકરી ને કઈ ઉતાવળ નો હતી અને કોઈ ક કોઈક કાર ને જોઈ ને એ લીફ્ટ માંગતી હતી .

“આપડે લીફ્ટ દીધી હોત તો .” ને અફસોસ ભર્યા અવાજ માં કહ્યું .

” માઈ ડીઅર ..! રાત ના સદા દસ વાગે આવી સુમસન સડક પર , ટેક્સી માં થી ઉતરી ને જે આહિયા હસીન પરી લીફ્ટ માગવા ઉભી છે ને એ આપદ ને ખલાસ પણ કરી સકે એમ હતી શું ? ” રતન મવાલીઓ ની જેમ હસ્યો .

પોતાના પસંદીતા પોઈન્ટ પર આવી ને રતને કાર ને ઉભી રાખી. દુકાનો એવી રીતે બંધ હતી જાણે લુટાઈ ગઈ હોઈ અને કિનારો નિર્જન હતો અને સમુદ્ર પાછો જઈ રહ્યો હતો .

” બે ગ્લાસ મળશે ? ” રતને દુકાન દર ને પૂછ્યું ..

” નહિ સાબ ! અત્યારે સખ્તી છે , પણ ઠંડુ હલશે ! ,દુર સમંદર મેં જઈને પીવાનું ” દુકાનદારે રતરત તો જવાબ દીધો , પણ જવાબ માં એક તૂટતો દુખી અવાજ અને થોડી ચીઢ હતી .

ભાગ ૨ માં ચાલુ